Nizamuddin: તબલીગી જમાત વિશે ખાસ જાણો, જેના કારણે દિલ્હીમાં કોરોનાના કેસનો થયો વિસ્ફોટ
કોરોના વાયરસ સામે લડવામાં હાલ આખો દેશ એકસાથે છે. દેશભરમાં લોકડાઉન છે. લોકોને ઘરમાંથી બહાર નીકળવા માટે ના પાડવામાં આવી રહી છે. ત્યાં તો એક એવા અહેવાલ આવ્યા જેણે બધાની ઊંઘ ઉડાવી દીધી છે. હકીકતમાં દિલ્હીમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં અચાનક વિસ્ફોટ જોવા મળ્યો છે. કારણ ગણાવાઈ રહ્યું છે તબલીગી જમાત, મરકઝ સાથે જોડાયેલા 24 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. 228 સંદિગ્ધ દર્દીઓ દિલ્હીની બે હોસ્પિટલમાં દાખલ છે. તેલંગણાના છ લોકોના મોત આ સંક્રમણના કારણે થયા છે. આ તમામ લોકો તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતાં.
Coronavirus Alert Nizamuddin Tablighi Jamaat: કોરોના વાયરસ સામે લડવામાં હાલ આખો દેશ એકસાથે છે. દેશભરમાં લોકડાઉન છે. લોકોને ઘરમાંથી બહાર નીકળવા માટે ના પાડવામાં આવી રહી છે. ત્યાં તો એક એવા અહેવાલ આવ્યા જેણે બધાની ઊંઘ ઉડાવી દીધી છે. હકીકતમાં દિલ્હીમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં અચાનક વિસ્ફોટ જોવા મળ્યો છે. કારણ ગણાવાઈ રહ્યું છે તબલીગી જમાત, મરકઝ સાથે જોડાયેલા 24 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. 228 સંદિગ્ધ દર્દીઓ દિલ્હીની બે હોસ્પિટલમાં દાખલ છે. તેલંગણાના છ લોકોના મોત આ સંક્રમણના કારણે થયા છે. આ તમામ લોકો તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતાં.
લખનઉ: કેસરબાગ સ્થિત મરકઝી મસ્જિદમાંથી ઢગલો વિદેશી નાગરિકો મળી આવ્યાં
શું છે આ તબલીગી જમાત
કહેવાય છે કે થોડા દિવસ પહેલા દિલ્હીના નિઝામુ્દદીનમાં તબલીગી જમાતનો કાર્યક્રમ આયોજિત થયો હતો. જેમાં અનેક લોકો સામેલ થયા હતાં. આ કાર્યક્રમનું નામ હતું મરકઝ તબલીગી જમાત. તબલીગીનો અર્થ છે અલ્લાહના સંદેશાઓનો પ્રચાર કરનાર. જમાતનો અર્થ થાય છે સમૂહ. મરકઝનો અર્થ થાય છે મીટિંગની જગ્યા. જે લોકો તબલીગી જમાત સાથે જોડાયેલા છે, તેઓ પરંપરાગત ઈસ્લામને માને છે. તેનો પ્રચાર પ્રસાર કરે છે. તેનું હેડક્વાર્ટર દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં છે.
Coronavirus: ઘોર બેદરકારી બાદ તબલીગી જમાતે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું?
તબલીગી જમાતના ઉસૂલ
તબલીગી જમાતના મુખ્ય 6 ઉસૂલ છે. કલિમા, સલાત, ઈલ્મ, ઈક્રામ એ મુસ્લિમ, ઈખ્લાસ એ નિય્યત, દાવત ઓ તબલીગ. જે લોકો તેના સાથે જોડાયેલા છે તેઓ આ જ ઉસૂલોનો આગળ પ્રચાર કરે છે.
શરૂઆત
કહેવાય છે કે તબલીગી જમાત આંદોલનને 1927માં મોહમ્મદ ઈલિયાસ અલ કાંધલવીએ શરૂ કર્યું હતું. તેમનો હેતુ ધર્મને બચાવવાનો અને ઈસ્લામનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. હકીકતમાં મુઘલ કાળમાં અનેક લોકોએ ઈસ્લામ કબુલ્યો હતો. પરંતુ બ્રિટિશ કાળમાં આર્ય સમાજ ફરીથી તેમને હિન્દુ પરંપરા અને રીતિ રિવાજમાં લાવતા હતાં. શુદ્ધિકરણ અભિયાન ચાલતુ હતું. જેના કારણે મૌલાના ઈલિયાસ કાંધલવીએ ઈસ્લામનું શિક્ષણ આપવાનું આ કામ શરૂ કર્યું હતું.
તબલીગી જમાત સંલગ્ન ઈન્ડોનેશિયાના 800 લોકો થશે બ્લેકલિસ્ટ, વિઝા નિયમોનો કર્યો ભંગ
નીકળે છે જમાત
તબલીગી જમાતના મરકઝથી અલગ અલગ ભાગો માટે જમાત નીકળે છે. આ જમાતો 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 40 દિવસ અને 4 મહિના સુધીની હોય છે. દરેક જમાતમાં આઠથી દસ લોકો હોય છે. બે લોકો સેવા માટે હોય છે જે ભોજન બનાવે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube